રાપરના પાવર હાઉસ નજીક આવેલ ખુલ્લી જગ્યામાંથી 6  જુગારપ્રેમીઓ 46,100ના મુદામાલ સહિત ઝડપાયા

copy image

રાપર ખાતે આવેલ પાવર હાઉસ, મેલડી માતાના મંદિરની નજીક આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી પત્તા રમી રહ્યા હતા ત્યારે પોલીસે ગામના કાનજી ભુરા સિયારિયા, દિલીપ હરિભા ગઢવી, રવિરાજ બબાભા ગઢવી, જીતેન્દ્ર બાબુલાલ સંઘાર, વિજય મોહન સિપારિયા તથા વેકરાના રામા વેલા ભરવાડ નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 25,100 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 46,100નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.