અબડાસા તાલુકાનાં જખૌ બંદર પર માનસિક અસ્વસ્થ ખલાસીનું દરિયામાં ડૂબી જતાં મોત
Swimmer floating on his back.
અબડાસા ખાતે આવેલ જખૌ બંદર પર માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં મૂળ નવસારી જિલ્લાના 38 વર્ષિય ખલાસી મુકેશભાઇ ભીખાભાઇ પટેલ ગત રવિવારની અડધી રાતે જેટી પરથી દરિયાના પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. આ બાબતે મળેલ માહિતી અનુસાર જખૌ બંદરની જેટી ઉપર બોટમાં ખલાસી તરીકે કામ કરતા અને માનસિક રીતે અસ્વસ્થ એવા મૂળ ચીખલી જિલ્લો નવસારીના મુકેશભાઇ ગત રવિવારે રાત્રે બે વાગ્યાના અરસામાં જેટી પરથી દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા. તેમને બહાર કાઢી સારવાર અર્થે નલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જખૌ મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળને કામગીરી હાથ ધરી છે.