H.P.C.L. કંપની દ્વારા અંજાર તાલુકાનાં ખોખરા તેમજ મોડસર, સગારીવા, નિંગાળ તેમજ અન્ય ગામોમાં તેલની પાઈપ લાઈન નાખવા બાબતે ભારતીય કિસાન સંઘ એ નાયબ કલેક્ટર અંજાર કચ્છને આવેદન પત્ર આપ્યું
હાલમાં અરબ મીલ્સ H.L.P.C. કુંડની પાઈપ લાઈન મુન્દ્રાથી રાજસ્થાનની પાઈપ લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. આ પાઈપ લાઈનનાં કામ બાબતે ખેતીની જમીનમાં પાઈપ લાઈન નાખવામાં જમીન વપરાશી હક્ક સંપાદન કરવાનું હોય છે. જે નિયમોનુસાર વર્ષ ૨૦૧૧ ની જંત્રી ઉપર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૧ થી વર્ષે ૮% નો વધારો કરવા આવેલ છે. ઉપરાંત હાલમાં રાજય સરકાર દ્વારા જમીનની જંત્રીમાં ૧૦૦% નો વધારો કરી ડબલ કરવામાં આવેલ છે. પરંતુ .P.C.L. કંપની દ્વારા વર્ષ ૨૦૧૧ ની જુની જંત્રી મુજબ જ વળતરની ૨કમ ચુકવવા માંગે છે. ઉપરોકત વિગતોને ધ્યાને લીધા વગર ખેડુતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સીધા પોલીસ પ્રોટેક્શન લઈ દાદાગીરી અને ડર બતાવી અને કામગીરી શરૂ કરેલ છે, જે સદંતર ગેરકાયદેસર છે.
ખેડુતોની જમીનમાં કેટલા મીટર સંપાદન થાય છે તે પ્રશ્ન કરે તો કોઈપણ પ્રકારની લેખિત માહિતી આપતાં નથી અને સીધી ધમકીઓ આપે છે. આજ દિવસ સુધી જમીન એવોર્ડની કોપી કે જમીન કેટલી કપાત થાય છે અને કેટલી રકમ મળશે તેની નોટીસ આપેલ નથી અને ખેડૂત માંગે તો એ આપવાની થતી નથી એમ કહી દેવામાં આવે છે. જે સદંતર કાયદાની વિરૂધ્ધ છે અને શ્રેયુમેન્ટ ખેડત માંગે તો કંપનીનાં કર્મચારીઓ દ્વારા અમારી નોકરીનો સવાય છે એવો જવાબ આપી દેવાય છે, ઉપરોકત વિષયે જયાં સુધી તમામ ખેડૂતોને એમની એવોર્ડની કોપી, નોટીસની કોપી જેવા સંપાદનને લગતાં કાગળો ન આપે ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરે અને એમનાં ભારેભરખમ મશીનો હટાવી લે અને કાગળો ખેડુતોને આપી ઉપર પાક ઝાડનું સંતોષકારક સર્વે કરી ૨કમ ચુકતે કર્યા પછી જ કામગીરી કરે તો જ દેશનો વિકાસ થાય એમાં કોઈ ખેડુતને વાંધો ન હોઈ શકે, ભારતીય કિશાન સંઘ દેશની પ્રગતિ અને વિકાસમાં હંમેશા સાથે જ હોય છે, પરંતુ નાના ખેડુતોને અન્યાય ન થાય તે માટે ઉપરોકત વિષયે પગલાં ભરવા અમારી આપ સાહેબને વિનંતી છે.