માધાપરની છાત્રાએ સીએસઆઇઆર નેટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 14મા ક્રમે ઉત્તીર્ણ થઈ ગૌરવ વધાર્યું
ભુજ તાલુકાના માધાપર ગામની વિદ્યાર્થિની તેજસ્વી પિંડોળિયાએ જૂન 2023માં સીએસઆઇઆર-એનઈટીની પરીક્ષામાં `માનવ જીવનનું વિજ્ઞાન’ વિષયમાં 99.98 પર્સન્ટાઈલ સાથે સમગ્ર દેશમાં 14મો નંબર હાસિલ કર્યો છે. આ સફળતા માટે તેજસ્વીએ કોઇ કોચિંગનો સહારો લીધેલ નથી. તેજસ્વીએ ગત વર્ષે બીએસસી અમદાવાદની કોલેજમાં ગોલ્ડ મેડલ મેળવી ઉત્તીર્ણ કરેલ છે. ધોરણ 12મા 98.60 પર્સન્ટાઈલ મેળવી ઇન્સ્પાયર સ્કોલરશિપ પાંચ વર્ષ માટે એનાયત કરવામાં આવેલ હતી.