ગાંધીધામમાથી 10 માસ અગાઉ ચોરી થયેલી બાઇકના માલિકને યુપીથી ઇ-મેમો મળતા ચોકી ઉઠ્યા

ગાંધીધામ-આદિપુર સંકુલમાં એક કિસ્સામાં 10 માસ પૂર્વે ગાંધીધામથી એક બાઇક થયેલ હતી. જે બાબતે આ બાઇકના વાહનને 12 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસનો ઇ-મેમો મળતાં ચોંકી ઉઠ્યા હતા આ અંગે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ઇ-મેમો સાથે અરજી સહિત જાણ કરેલ છે, સામે પોલીસે દ્વારા જાણવા મળ્યું કે તેઓ જો અરજી કરે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે, વાહન ચોરીમાં આવો બનાવ કચ્છમાં પ્રથમ બન્યો હશે તેવી લોકોમાં ચર્ચા.