ભુજ ખાતે આવેલ નાડાપામાં બોલેરો રીવર્સ કરાતા પાંચ વર્ષીય બાળકીને અડફેટે લેતા મોત

copy image

 નોંધાવેલી વિગતો અનુસાર ગત દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં  ફરિયાદીના બનેવી સિકંદર આમદ સોઢા બોલેરો પીકઅપ જીપ નં. જી.જે.-05-બી.ટી.- 8909 વાળી રિવર્સ લઇ રહ્યા હતા તે દરમીયાન ફરિયાદીની પાંચ વર્ષીય દીકરી જન્નત જીપના પાછલા ટાયર તળે આવી ગઇ હતી. જેના કારની માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બાળકીને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે સિકંદર વિરુદ્ધ બેદરકારીથી જીપ રિવર્સમાં લઇ ફરિયાદીની દીકરીને અડફેટે લઇ માથાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.