ગાંધીધામ શહેરમાં આવેલ મોલમાં યુવતી સાથે મારામારી કરતા શખ્સ સામે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ ખાતે આવેલ  એક મોલ સુધી યુવતીનો પીછો કર્યા બાદ મોલમાં જઇ યુવતી અને તેની બહેન સાથે મારામારી કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  ગાંધીધામ  શહેરના રોટરી નગરમાં રહેનાર એક યુવતી પાર્લરમાં કામ કરે છે. તે ગત દિવસે સાંજના અરસામાં કામેથી છૂટી પોતાની નાની બહેન સાથે ડી-માર્ટમાં ખરીદી કરવા માટે ગયેલ હતી જ્યાં અલ્તાફ સાયચા નામના શખ્સે તેમનો પીછો કરી ડી-માર્ટમાં પહોંચી ગયેલ હતો જ્યાં તેણે ફરિયાદી યુવતીનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. બાદમાં ડી-માર્ટની અંદર જઇ ફરિયાદીએ પોતાની બહેનને મમ્મીને ફોન કરી અલ્તાફે ફોન લઇ લીધો હોવાની જાણ કરવા કહ્યું હતું. આ શખ્સે મોબાઇલ માટે ખેંચતાણ કરી હતી. બાદમાં ફરિયાદીને ગુસ્સો આવતાં તેણે આ શખ્સને લાફો મારી દીધો હતો. આ શખ્સે યુવતીને જાહેરમાં જાતિ અપમાનિત કરી મોબાઇલ ન આપવા દોડાદોડી કરી હતી અને ફરિયાદીની બહેનને પણ માર માર્યો હતો. તેણે નાસી જવાની કોશિશ કરતાં મોલમાં રહેલા લોકોએ તેને પકડી પાડી માર માર્યો હતો. પાછળથી આ શખ્સે ફરિયાદીની બહેનને ફોન કરી ફરિયાદી, તેની બહેન અને પિતાને મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.