કાંસેઝના બંધ ગોદામમાંથી સોપારીનો જથ્થો મળી આવતા ચકચાર

copy image

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની આયાતકાર પેઢીઓ દ્વારા આયાત કરવામાં આવેલ કન્ટેનરોમાંથી મુંદરા બંદરેથી સોપારનો જથ્થો  નીકળી પડ્યો છે તેમજ હજુ આવા કન્ટેનરોની તપાસ જારી જ છે ત્યા આજે ઝોન કસ્ટમ દ્વારા કરવામાં આવેલ તપાસમાં બંધ ગોદામમાંથી સોપારીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ જથ્થો ગુટકાની કંપનીઓમાંથી ચોરી કરેલો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર કાસેઝમાં કેવલ એકસપોર્ટની સામે આવેલી બંધ કંપનીમાં ઝોન કસ્ટમ દ્વારા આ અંગે મળેલ બાતમીના આધારે તપાસ કરવામાં આવેલ હતી. આ ગોદામમાંથી સોપારીનો જથ્થો સામે આવ્યો હતો. સોપારી બોરીઓમાં ભરેલી હતી. અંદાજે બે ટ્રેકટર જેટલો જથ્થો હોવાનું જાણવા મળ્યું  હતું. આ જથ્થો કોનો છે તે કોણ રાખી ગયું તે અંગે  કોઈ માહિતી સામે આવેલ નથી. કાસેઝ કસ્ટમ દ્વારા આ જથ્થો કબ્જે કરાયો  છે. વધુ મળતી માહિતી અનુસાર આ જથ્થો સંભવત ગુટખાની કંપનીમાંથી ચોરી કરવા માટે કાઢવામાં આવેલ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ચોરી માટે બહાર કાઢી ન શકાય જેથી અહી રાખી દેવામાં આવેલ હતો. જેમાં સોપારી ભરેલી હતી તે પૈકીની કેટલીક બોરીઓ સળગેલી હોવાનું પણ સામે આવ્યું હતું. સોપારીનો જથ્થો કોનો છે તે દિશામાં કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી છે. અહી નોંધનીય બાબતે એ  છે કે કાસેઝમાં અગાઉ સોપારી અને મરીના જથ્થાની પણ ચોરીઓ થઈ હતી. તે દરમીયાન ચોરાઉ મનાતો જથ્થો બીન વારસુ મળી આવતા ચોરીનો મુદો ફરી એક વખત ચર્ચા પર ચડયો છે.