ભચાઉ પાસે આવેલ અણુશક્તિ કોક કંપની પાછળ ઝાડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : આઠ ફરાર
copy image
ભચાઉ નજીક આવેલ અણુશક્તિ કોક કંપની પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા હતા, જ્યારે આઠ શખ્સ નાસી છૂટ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 42,600 કબ્જે કરવામાં આવેલ હતા. ભચાઉ પાસે આવેલ અણુશક્તિ કોક કંપની પાછળ બાવળની ઝાડીમાં અમુક ઈશમો ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે દરમીયાન અચાનક પોલીસ આવે પહોચી હતી અને ભચાઉના ઓસમાણ ખાનજી સમા, અબ્દુલ અલીમામદ કુંભાર અને વોંધના વેલા છગન કોળીને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે ભચાઉના અલીમામદ મામદ કુંભાર, દાઉદ ખેરમામદ, રઝાક ઇસ્માઇલ શેખ, હુસેનશા ભચલશા શેખ, સલીમ ઉર્ફે સલો હાસમ કુંભાર, લતીફ અલાઉદ્દીન નોડે, સદામ અકબર સૈયદ તથા અભુ બબલ શેખ નામના શખ્સો નાસી છૂટ્યા હતા. ધાણીપાસા ખેલતા પકડાયેલા ત્રણ શખ્સ પાસેથી રોકડ રૂા. 42,600 તથા બે મોબાઇલ એમ કુલ રૂા. 52,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.