ભડલી-થરાવડા દસ્તાવેજ કેસમાં સબ રજિસ્ટ્રાર દોષમુક્ત જાહેર કરાયો
કચ્છભરના મહેસૂલી તંત્રમાં ભારે ચર્ચાસ્પદ બનેલો ભડલી-થરાવડાના બોગસ વેચાણ દસ્તાવેજ પ્રકરણના ફોજદારી કેસમાં આધાર-પુરાવાઓને ધ્યાનમાં રાખીને ભુજની કોર્ટ દ્વારા નખત્રાણાના તત્કાલીન સબ રજિસ્ટ્રાર બળવંતસિંહ ખેંગારજી જાડેજાને દોષમુક્ત જાહેર કરતો આદેશ કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં ભડલી-થરાવડાના 2009ના ચકચારી 34 બોગસ દસ્તાવેજ પ્રકરણમાં બળવંતસિંહની સંડોવણીની ફરિયાદ નોધાયા બાદ નખત્રાણા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ભુજ એડિશનલ સેશન્સ કોર્ટમાં ફોજદારી રિવિઝન ચાલતાં જજ એસ. એમ. કાનાબારે બંને પક્ષની દલીલ સાંભળી આરોપી તરફે બિનતહોમત ઠરાવતો આદેશ કરેલ હતો.