ગાંધીધામમાં રહેતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો
copy image
ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા મયૂર પૂનમ મહેશ્વરી નામક યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર ગણેશનગર પ્લોટ નંબર 386માં રહેનાર મયૂર નામના યુવાને ગત દિવસે જીવનનું છેલ્લું પગલું ભરી લીધું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ યુવાન પોતાનાં ઘરે હતો તે દરમીયાન તેણે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ યુવાનને નીચે ઉતારી સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે પોલીસે તેની બાબતે વધુ તપાસ હાથ ધરી છે.