ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં પાણીની કૂંડીમાં ડૂબી જવાથી 8 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો

Dead woman lying on the floor under white cloth with focus on hand

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં પાણીની કૂંડીમાં ડૂબી જવાથી હેન્સીબેન તેજાભાઈ મહેશ્વરીનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર કિડાણા આંબેડકર નગર મકાન નં.40માં ગત દિવસે 12.40 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આઠ વર્ષીય આ બાળકી રમતા રમતા કોઈ પ્રકારે પાણીની કૂંડીમાં પડી ગયેલ હતી. બાળકીને સારવાર અર્થે આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે લવતાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતી.