અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

dead on lake

અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું. મળેલ માહિતી અનુસાર અંજાર એ.પી.એમ.સી. પાછળ ,વેલાભાઈ ભોલાનાથ ની વાડીની બાજુમાં એડાસરી તળાવમાં ગઈ કાલે સવારે 10.15 વાગ્યાના અરસામાં મોમાય નગરમાં રહેતા યુવાન નિત્યક્રમ મુજબ ભેંસોને પાણી પીવડાવવા માટે આવેલ હતો. કોઈ પ્રકારે તળાવમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. આ બાબતે પોલીસ અકસ્માત નોંધ કરી આગળની વધુ વધુ તપાસ હાથ ધરી છે.