ભચાઉ નજીક યાત્રાળુઓની બસ અને ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

ભચાઉ- ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર બનેલા અકસ્માતમાં યાત્રાળુઓની લક્ઝરી બસ દ્વારા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર લાગતા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ અલગ થઈ ગયેલ હતા જ્યારે લક્ઝરી બસમાં બેઠેલા પ્રવાસીઓને ઓછી વતી સામાન્ય ઇજાઓ પહોચેલ હતી, ટ્રેક્ટર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી અને લક્ઝરી બસના આગળના ભાગે નુકસાન થયું હતું.

લક્ઝરી બસમાં સવાર યાત્રાળુ ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામ ગાંગડા ના નિવાસી હોવાનું સામે આવ્યું હતું લક્ઝરી બસમાં સવાર પ્રવાસીઓ કચ્છની યાત્રામાં નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું  જેમાં આશાપુરા સહિત અંજારની યાત્રા પૂર્ણ કરીને સૌરાષ્ટ્ર બાજુ જતાં હતા. ઘટના સ્થળે બનાવની જાણ થતા હાઇવે પેટ્રોલિંગ ગાડી સાથેના મનીષભાઈ આહીર, જયરાજસિંહ જાડેજા સહિતના એ ઘાયલ થયેલા યાત્રિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ શહેરના વાઘજીભાઈ આહીર દ્વારા ઘાયલ થયેલા પ્રવાસીઓને આહીર સમાજ વાડીમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી વ્યવસ્થા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.