રુદ્રમાતા ડેમમાં ઠલવાતાં ગટરનાં પાણીના કારણે  પ્રકૃતિપ્રેમીઓ  રોષે ભરાયા  

છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાં દરમ્યાન ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર સુધી ભુજ શહેરનું ગટરનું પાણી નાગોર ખાતે આવેલ આવેલી ખારીનદીમાંથી પાલારા મોટાભાગનું થઈને રુદ્રમાતા ડેમમાં પહોંચે છે. ભુજ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે આ જ વિસ્તારમાં શહેરના ગટરના પાણીને ફિલ્ટર કરવાનો પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોવા છતાં પણ ગટરનું પાણી નદીમાં વહેતું જોવા મળી રહ્યું છે. દિવાળી બાદ આ ગટરનું પાણી બંધ થઈ જશે, કારણ કે આ જ વિસ્તારમાં આવેલી વાડીઓના ખેડૂતો આ વહેતા ગટરના પાણીનો ઉપયોગ ખેતીમાં કરી રહ્યા છે. કચ્છના મોટા ડેમની ગણનામાં આવતા રુદ્રમાતા ડેમનું પાણી સિંચાઈ ઉપરાંત ડેમની આસપાસ આવતા ગામના લોકો પીવામાં પણ કરી રહ્યા છે. વરસાદ બાદ કુદરતે સર્જેલા સૌંદર્ય વચ્ચે નદીમાં વહેતા ગટરના પાણીથી પ્રકૃતિપ્રેમીઓના હૃદયને ખૂબ દુખ પહોચી રહ્યું છે. વહેલી તકે આ વહેતા ગટરના પાણીને કમસેકમ ડેમમાં ન ઠાલવવાની કાર્યવાહીની લોકમાંગ ઓથી છે. પાલર પાણીના કારણે જંગલની શોભામાં વધારો થાય છે, ત્યારે દુર્ગંધ મારતા ગટરના પાણીથી નદી તરફ જવાનો માર્ગ બંધ થઈ રહ્યો છે.