અંજાર ખાતે આવેલ યમુના પાર્ક સોસાયટીના અમ્રુત સરિતા વિધ્યાલય પાછળ આવેલ મેદાનમાથી કુલ 1,38,650ના મુદ્દામાલ સહિત આઠ સખશોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ, ગાંધીધામ
copy image
પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, યમુના પાર્ક સોસાયટીમાં આવેલ અમ્રુત સરિતા વિધ્યાલય પાછળ આવેલ મેદાનમાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે, મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી આઠ સખ્શોને કુલ કી. 1,38,650ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- સતીષભાઈ મોહનભાઇ જોષી ઉ.વ. 44 રહે અંજાર
- મૂળજીભાઇ ભણજીભાઈ પ્રજાપતિ ઉ.વ.62 રહે અંજાર
- દિનેશભાઇ નારણજીભાઇ રાજગોર ઉ.વ.55 રહે અંજાર
- જયંતિભાઈ પુરુષોત્તમભાઈ ચાવડા ઉ.વ.51 રહે ગાંધીધામ
- નારણજીભાઈ કેશવજીભાઇ પ્રજાપતિ ઉ.વ.72 રહે અંજાર
- વસંતલાલ ભાઇલાલ ઠાકર ઉ.વ.67 રહે અંજાર
- અશોકભાઇ હરિભાઇ નીમ્બાર્ક ઉ.વ.64 રહે ગાંધીધામ
- રાજુભાઇ મૂળજીભાઈ સોલંકી ઉ.વ.63 રહે ગાંધીધામ
