સામાન્ય બોલાચાલી બાદ મામલો  મારામારી સુધી પહોંચ્યો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

માંડવીમાં નગરપાલિકા સામે આવેલ રોડ પર સામાન્ય મુદ્દે થયેલી બોલા ચાલીનો મુદ્દો મારામારી સુધી પહોચ્યો હતો. બોલાચાલી બાદ મારમારી કરી ઈજાઓ પહોચાડતા સામ સામે છ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.

મળેલ માહિતી અનુસાર માંડવી પોલીસ મથકે ફરિયાદી અર્જુનભાઈ રતનસિંહ કન્નરે આરોપી લક્ષ્મણ શિવજી મહેશ્વરી અને ખુશાલ વાલજી મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. નોંધાવેલી ફરિયાદી અનુસાર નગરપાલિકા સામે રોડ પર આરોપી પાસે રૂપિયા 500 માંગ્યા હતા.આરોપીએ રૂપિયા આપવાની ના પાડી ભૂંડી ગાળો બોલી ફરિયાદીને જમણી આંખ નીચે ઈજાઓ પહોચાડેલ હતી. તેમજ સામે પક્ષે ફરિયાદી લક્ષ્મણ શિવજી મહેશ્વરીએ આરોપી કેશા મંગા જેપાર,અર્જુન રતનસિંહ કન્નર,રાજેશ જેપાર અને મનુ ગાંગજી ગોર સામે ફરિયાદ નોધાવી છે. નોંધાવેલી ફરિયાદીના અનુસાર નગરપાલિકા સામેની હોટલ પર ચા પીવા ગયેલ હતા. તે દરમિયાન આરોપીઓએ આવી ચાક ધમકી કરી બોલાચાલી કર્યા બાદ હાથાપાઈ કરેલ હતી.

જેના કારણે ફરિયાદી અને સાહેદ સરકારી હોસ્પીટલ ખાતે  સારવાર માટે ગયેલ હતા.એ દરમિયાન આરોપીઓએ ત્યાં જઈ ક્રિકેટ રમવાના સ્ટમ્પ વડે ફરિયાદીને પીઠના ભાગે ઈજાઓ પહોચાડી હતી. બનાવ અંગે માંડવી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.