જખૌ કાંઠાથી અંદાજે 11 કિ.મી. દૂર નિર્જન કુંડી બેટ પરથી 5 કરોડ 15 લાખના હેરોઇન અને 10 ચરસનાં પેકેટ મળી આવ્યા
copy image
ખિદરત ટાપુ પરથી 10 ચરસના પેકેટ મળી આવેલ હતા ત્યાર બાદ ફરી એક વખત કુંડી બેટ ઉપરથી 10 ચરસના તેમજ એક મોંઘેરા એવા હેરોઇનનું એક પેકેટ બીએસએફના જવાનોને સ્વતંત્રતા દિવસના આગલા દિવસે ખાસ તલાશી અભિયાન દરમીયાન મળી આવેલ છે. આમ એપ્રિલ માસના મધ્યથી આજ સુધી જખૌના કાંઠાના વિસ્તારમાંથી કુલ મળીને 50 ચરસના અને નવ હેરોઇનના પેકેટ મળી આવેલ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે હાલ એક કિલો હેરોઈનની કિંમત રૂા. પાંચ કરોડ છે અને એક કિલો ચરસની કિંમત રૂા. 1.50 લાખ છે. આ મળી આવેલ કેફી પદાર્થના જથ્થાની કુલ કિં. પાંચ કરોડ પંદર લાખ જેવી આંકવામાં આવેલ છે. સ્વતંત્રતા દિવસ હોવાથી સીમા સુરક્ષા દળ હાઇ એલર્ટ પર છે. આથી રણ તેમજ દરિયાઇ સીમામાં દળ દ્વારા સઘન તલાશી અભિયાન ચાલુ જ છે. આજે બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન જખૌ કાંઠાથી અંદાજે 11 કિ.મી. દૂર નિર્જન કુંડી બેટ પરથી શંકાસ્પદ માદક પદાર્થ એવા ચરસના 10 પેકેટ પીળા રંગના પ્લાસ્ટિકના બેગમાં વીંટળાયેલા મળી આવેલ હતા. આ ચરસના પેકેટો મળ્યા તે સ્થળથી થોડા અંતરે એક સફેદ પ્લાસ્ટિકના બેગમાં પેક થયેલ હેરોઇનનું પેકેટ પણ મળી આવેલ હતું. આજે મળેલાં ચરસના પેકેટ્સની પેકિંગ અગાઉ મળેલ પેકેટ્સ કરતાં અલગ છે. મળેલાં ચરસના પેકેટો `ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી’ના પેકેજિંગમાં પેક કરેલા હોવાનું જાણવા મળેલ છે.
