ખાવડા નજીક રણમાં 3.2ની તીવ્રતાનું કંપન નોંધાયું
copy image
ગત સોમવારે સવારના અરસામાં ખાવડા પાસે મોટા રણમાં 3.2ની તીવ્રતાનું કંપન સિસ્મોલોજીકલ કચેરીએ નોંધવામાં આવેલ હતું જો કે, તેની અસર વર્તાઇ ન હતી. ખાવડાથી ઉત્તર-પશ્ચિમ દિશાએ 10 કિલો મીટરના અંતરે સવારે 8.47 કલાકે 3.2ની તીવ્રતાવાળું કંપન આવ્યું હોવાનું ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચમાં નોંધવામાં હતું. ધ્રૂજારી હળવી અને રણમાં હોતાં કાંધીએ આવેલા ગામોમાં કોઇ અનુભવ થયેલ ન હતો. ઉલ્લેખનીય બાબત છે કે, ગત તા. 14/7ના પણ કચ્છના મોટા રણમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
