નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયાની નદી પાસે ધાણી પાસા વડે જુગાર રમતા સાત ખેલીને કુલ રૂા.  6,17,870ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

copy image

નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયાની નદી પાસે ધાણી પાસા વડે જુગાર રમતા સાત ખેલીને રોકડા રૂા. 52,370 સહિત કુલ્લે રૂા.  6,17,870ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા. મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયાની નદીમાં સાંજના અરસામાં ધાણીપાસા વડે જુગાર રમતા સોમાભાઇ ઉર્ફે મગનભાઇ દેવાભાઇ રબારી, જગદીશ લાખા રબારી, નરશી ભૈયાભાઇ રબારી, ગોપાલસિંહ ઇન્દ્રસિંહ સોઢા, આશિષ શંકરલાલ ભગત, મીતલ બાબુલાલ પારસિયા અને વિપુલ મહેશ ગોરને રોકડા રૂા. 52,370 અને 6 મોબાઇલ કિં. રૂા. 65,500 અને એક કાર કિં. રૂા. પાંચ લાખ એમ કુલ્લે રૂા. 6,17,870ના મુદ્દામાલ સહિત નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.