ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં પતા ટીંચતા સાત ખેલીઓની કરાઈ ધરપકડ

copy image

ભચાઉ તાલુકાના ભટ્ટ પાળિયા વિસ્તારમાં પતા ટીંચતા સાત ખેલીઓની ધરપકડ કરી પોલીસે રોકડ રૂા. 23,400  કબ્જે કર્યા હતા. મળેલ માહિતી અનુસાર ભચાઉમાં ખાતે આવેલ પંચાયતની સામે ભટ્ટ પાળિયા વિસ્તારમાં ખેતા લખમણ ચૌહાણનાં મકાન બહાર જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે  અચાનક પોલીસ ત્રાટકી હતી અને ખેતા લખમણ ચૌહાણ, નાનજી વેલજી મેરિયા, દામજી કેશવજી પરમાર, પ્રવીણ મુળજી લોંચા, પ્રવીણ દેવા સોલંકી, નરસિંહ મનજી બગડી તથા નવીન મણીલાલ બારોટ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગંજીપાના વડે જુગાર રમતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 23,400 તથા બે મોબાઇલ એમ કુલ રૂા. 33,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.