માંડવીના ભાડિયામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડતી માંડવી મરીન પોલીસ

copy image

માંડવી ખાતે આવેલ ભાડિયામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સોને રોકડા રૂા. 11,370ના મુદ્દામાલ સહિત પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત દિવસે અડધી રાત્રે માંડવી તાલુકાના ભાડિયામાં ઓસમાણ ઇબ્રાહીમ સંઘારના મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા આકાશ લક્ષ્મણભાઇ સીગરખિયા, કનકભાઇ શંભુલાલ રાજગોર, પ્રિતેશ કનકભાઇ?રાજગોર અને જૈકીન શાંતિલાલ રાજગોરને રોકડા રૂપિયા 11,370ના મુદ્દામાલ સાથે માંડવી મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.