નખત્રાણા ખાતે આવેલ રતડિયાની વીજ લાઇનમાંથી એક લાખના વાયરની તસ્કરી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 નખત્રાણા ખાતે આવેલ રતડિયાની સીમમાં ખાનગી કંપનીની વીજલાઇનમાંથી એક લાખના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાયેલી ફરિયાત અનુસાર રતડિયા સીમમાં આવેલી સમર્થ કંપનીની વીજલાઇનમાંથી ગત દિવસે રાત્રે બે થી ત્રણ કલાક દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ અંદાજે 1000 કિલોના વજનના વીજ વાયર જેની કિં. રૂા. 1,00,000 કાપી ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.