રાપરમાં પૈસા આપવાની ના પાડતાં યુવકે વૃદ્ધ પર  કર્યો હુમલો : પોલીસ મથકે નોંધાઈ ફરોયાદ

રાપર ખાતે રહેનાર મામદ પીરુ બારોટ નામનો યુવક ગત દિવસે સાંજના અરસામાં પોતાના ઘર નજીક બેઠો હતો તે દરમીયાન આરોપી પ્રવીણ પતારિયા કોળી ત્યાં આવી 50 રૂપિયા માંગતા યુવાને પૈસા આપવાની ના કરી હતી. દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો આપી હતી. તેવામાં મામદના પિતા પીરુભાઇ પ્રવીણના ઘરે જઇ આ બાબતે વાત કરતાં  ઉશ્કેરાયેલા પ્રવીણ કોળીએ પથ્થર ઉપાડી પીરુભાઇ ઉપર હુમલો કર્યો હતું તેમજ તેમના દાંત પાડી દીધેલ હતા. આદેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ  હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.