અંજારમાથી દેશી તમંચા સહિત શખ્સ ઝડપાયો
copy image
અંજાર ખાતે આવેલ સાંગ નદી નજીક એક કારમાંથી પોલીસે દેશી બંદૂક સહિત એક શખ્સને ઝડપી પાડયો હતો. તેને બંદૂક આપનારા શખ્સનું નામ સામે આવ્યું હતું. અંજાર ના મદીનાનગર-બે વિસ્તારમાં રહેનાર સુલેમાન મામદશા શેખ નામનો વ્યક્તિ ખેતરપાળ દાદાના મંદિર નજીકથી સાંગ નદીથી મકલેશ્વર મંદિર તરફના રસ્તાથી ધોરીમાર્ગ બાજુ જવાનો હોવાની પૂર્વ બાતમીના પગલે એલ.સી.બી.એ. સાંગ નદી પાસે વોચ રાખી હતી. તે દરમીયાન નંબર વગરની શંકાસ્પદ બ્રેઝા કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. આ કારમાંથી ઉતરેલા સુલેમાન શેખની તલાસી લેવામાં આવતા ભેઠમાંથી દેશી બનાવટની બંદૂક મળી આવેલ હતી જેમાં પાંચ જીવંત કારતુસ હતા. તેની પાસેથી રૂા. 5000ની બંદૂક કબ્જે કરવામાં આવી હતી. તેવો ખીરસરાના સલીમ અધા કટિયા પાસેથી દસ-બાર દિવસ અગાઉ આ બંદૂક લીધેલ હોવાનું સામે આવ્યું હતું. આ સલીમ નામના શખ્સને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.
