ભુજ ખાતે આવેલ માધાપરમાં બે મકાનમાં એક લાખની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજ તાલુકામાં આવેલ માધાપરના ઇન્દ્રવિલામાં બે બંધ મકાનમાથી એક લાખની મતાની તસ્કરી થઈ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.  માધાપરના નવાવાસમાં ઇન્દ્રવિલામાં રહેતા અને આર્મીમાં નોકરી કરતા રાણુભા હેમરાજજી સોઢાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 12ના શનિ-રવિની રજા હોવાથી તેઓ પોતાના મૂળ ગામ દેશલપર ગયેલ હતા અને 14મીના સાંજના અરસામાં  ઘરે પરત આવતા ઘરના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા તેમજ સામાન રફે-દફે હતો. કોઇ અજાણ્યા ચોરે ઘરમાંથી ત્રણ સોનાની વીંટી, બુટીની જોડ તથા પોંચી તેમજ બાજુમાં સાહેદ હરેશ ભીમજીભાઇ ચાડનાય બંધ મકાનના તાળા તોડી મકાનમાંથી રોકડા રૂા. 30 હજાર તથા એક સોનાની વીંટી એમ કુલ રૂા. 1,00,600ના મુદ્દામાલની તસ્કરી કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.