ભચાઉ ખાતે આવેલ ગણેશ ટીંબી સીમ વિસ્તારમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
ભચાઉ ખાતે આવેલ ગણેશ ટિંબી સીમ વિસ્તારમાં હિંમતપુરા વિસ્તારના શબીર કેશર નારેજા નામનો ઈશમ પ્લાસ્ટિકના કોથળામાં બંદૂક લઈને પગપાળા જતો હતો. તે દરમીયાન પૂર્વ બાતમીના આધારે પોલીસે આ શખ્સને અટકાવ્યો હતો અને કોથળાની તલાસી લેવાતા તેમાંથી રૂા. 2000ની હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ હતી. પોલીસે બંદૂક કબ્જે કરી આ શખ્સની અટક કરી હતી. આ શખ્સે બંદૂક ક્યાંથી લીધી હતી તે હજુ સામે આવ્યું નથી. પોલીસે આ અંગે નોંધ કરીએ આગળની તપાસ હાથ ધરી છે.
