અબડાસા ખાતે આવેલ જખૌ દરિયાઇ વિસ્તારમાઠી વધુ 31 ચરસ તેમજ એક હેરોઇનના પેકેટ મળી આવ્યા

copy image

અબડાસા ખાતે આવેલ જખૌ દરિયાઇ વિસ્તાર હાલ માદક પદાર્થ મળવાનો સિલસિલો આમ બની ગયો છે. ખિદરત અને કુંડી બેટ પરથી 10-10 ચરસના પેકેટ તેમજ કુંડી બેટ પરથી એક હેરોઇનનો પેકેટ બીએસએફને પ્રાપ્ત થયા હતા ઉપરાંત 14 મીના પોલીસની એસઓજીની ટીમને પણ 35 આખા અને એકાદ તૂટેલા ચરસના પેકેટ પીંગલેશ્વરથી જખથડા વચ્ચે પ્રાપ્ત થયા હતા જ્યારે જખૌ-મરીન પોલીસને 14મીના જ સૈયદ સુલેમાન પીર તથા શિયાળ ક્રીકમાંથી 20 ચરસના પેકેટ મળી આવેલ હતા. ઉપરાંત ગત 15મી ઓગસ્ટના બીએસએફને નિર્જન એવા શેખરાનપીર અને બાકલ બેટ પરથી વધુ 31 ચરસના અને એક હેરોઇનનો પેકેટ લુણા બેટ પરથી બરામત થયેલ છે. આમ, છેલ્લા ચાર દિવસમાં જખૌ દરિયાઇ ક્ષેત્રમાં કુલ 106 થી વધુ ચરસના પેકેટ તથા બે હેરોઇનના પેકેટ બિનવારસુ હાલતમાં પ્રાપ્ત થયેલ છે.

                ગત 15ના બીએસએફની ટીમ જખૌના જુદા જુદા દરિયાઇ વિસ્તારમાં તલાશી અભિયાન પર  હતી તે દરમીયાન જખૌ કિનારાથી દરિયામાં અંદાજિત 9 કિ.મી. અંદર નિર્જન એવા શેખરાનપીર બેટ પરથી શંકાસ્પદ ચરસના 10 પેકેટ મળી આવેલ હતા જ્યારે જખૌથી 7 કિ.મી. દૂર બાકલ બેટ પરથી પણ ચરસના 21 પેકેટ મળી આવેલ હતા. આ ઉપરાંત અન્ય એક ટીમને જખૌથી છ કિ.મી.ના અંતરે લુણા બેટ પરથી એક હેરોઇનનું પેકેટ મળી આવેલ હતું. આ માદક પદાર્થના જથ્થા 31 ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજાર કિં. રૂા. 4,65,000 તેમજ એક હેરોઇનના પેકેટની કિં. રૂા. પાંચ કરોડ થાય છે. તદુપરાંત બે દિવસ અગાઉ 14મી ઓગસ્ટના પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા અબડાસાના દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાસ પ્રકારની છાનબીન હાથ ધરવામાં આવેલ હતી જેમાં પીંગલેશ્વરથી લઇ જખથડા વચ્ચેના દરિયાઇ કિનારેથી બિનવારસુ હાલતમાં રઝળતા ચરસના 35 તેમજ એક તૂટેલ પેકેટ આમ 35.626 ગ્રામ ચરસ જેની કિં. રૂા. 53,43,900 મળી આવેલ હતો. આ માલ જખૌ પોલીસને આગળની વધુ  જરૂરી કાર્યવાહી માટે સોંપવામાં આવેલ હોવાનું એસઓજીની યાદીમાં સામે સામે આવેલ છે. આ દરમ્યાન, 14મીના જ જખૌ-જખૌ મરીન પોલીસ તેમજ સ્ટેટ આઇબીએ પણ સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને પેટ્રોલિંગ હત ધારેલ હતી જેમાં સૈયદ સુલેમાનપીર અને શિયાળ ક્રીક વિસ્તારમાં 20 ચરસના પેકેટ પ્રાપ્ત થયેલ હતા.

copy image