ભુજ ખાતે આવેલ હરિપરમાં જૂના ઝઘડાના પગલે ત્રણ શખ્સએ કર્યો પ્રૌઢ પર હુમલો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ભુજ ખાતે આવેલ હરિપર ખાતે જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સોએ પ્રૌઢ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે, જે બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાવમાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર, હરિપર ગામમાં ચાની કેબિન ધરાવતા 55 વર્ષીય હરજી જશા ભરવાડ તેમજ તેમના પરપ્રાંતીય મિત્ર બાબુ સાથે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી રમેશ રવા ભરવાડ, બાબુ મસા ભરવાડ અને નીલા નારણ ભરવાડે હરજીભાઈને ગાળો આપી પથ્થર વડે હુમલો કરેલ હતો તથા તેમની મોટર સાઈકલ અને કેબિનમાં અંદાજિત રૂા. 4500નું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.