ભુજના હમીરસર તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત નીપજયું
Swimmer floating on his back.
ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં વધુ એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું. તળાવના રાજેન્દ્ર બાગ પાસેથી સવારે 11.30ના અરસામાં ભુજના આત્મારામ સર્કલ નજીક આવેલી બકાલી કોલોનીમાં રહેતા 37 વર્ષીય અશરફ અલીમામદ નોડેનો મૃતદેહ પાણીની સપાટી પર તરતી હાલતમાં મળી આવેલ હતો. બનાવની જણ થતાંની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમની મદદ વડે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવેલ હતો. યુવકના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુંજની જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયુ હોવાનું સામે આવ્યું હતું. શહેર એ ડિવિઝન પોલીસે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સ્થળેથી ચામડાના ચપ્પલ મળી આવેલ હતાં. હમીરસર તળાવમાં એક પખવાડિયા અગાઉ પણ રાજેન્દ્ર બાગ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવેલ હતો, બાદ ફરી એક યુવકનો મૃતદેહ મળી આવેલ છે. હતભાગી મૃતદેહ તરતી હાલતમાં જોવા મળતા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સબને બહાર કઢાવવામાં આવેલ હતો.
