કંડલામાં ડમ્પર કાર સાથે  અથડાતાં થયું અક્સમાત, સદભાગ્યે જાનહાની નહીં : 30 હજારનું નુકશાન

copy image

કંડલામાં ડમ્પર કાર સાથે અથડાતાં જતાં કારમાં 30 હજારનું નુકશાન પહો઼ચ્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. આ અંગે અંજાર ખાતે આવેલ  મેઘપર બોરીચી રહેતા અને દેસાઇ ટ્રાવેલ્સમાં ક્રુ મેમ્બરોને લેવા અને મુકવા જવાનું કામ કરતા નવિનભાઇ સુખદેવભાઇ સુથારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત મંગળવારે સાડા પાંચ વાગ્યે દીન દયાળ પોર્ટની ઓઇલ જેટી નંબર-6 પરથી ક્રુ મેમ્બરોને ઇનોવા કારમાં લઇ ગાંધીધામ આવી રહ્યા હતા તે દરમીયાન કંડલાના રેલ્વે ફાટક નો પુલ ઉતરતાં પૂરપાટ જતા ડમ્પર ચાલકે તેમની કારમાં ટક્કર મરેલ હતી સદ્દભાગ્યે કોઇને ઇજા પણ પહોંચી ન હતી પરંતુ કારમાં રૂ.30 હજારનું નુકશાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવેલ હતું.