કૉલેજ ફોર્મ ભરવા ગયેલ આદિપુરના સગીરનું અપહરણ
copy image
આદિપુરમાં રહેતા કિશોરનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ હતી. આદિપુર ખાતે રહેતા કીશોરના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો 17 વર્ષ 3 માસની સગીર વયનો પુત્ર ગત તા.14/8 ના સવારે 11 વાગ્યાના અરસામાં કોલેજમાં ફોર્મ ભરવા એક્ટિવા લઇને ગયેલ હતો ત્યાર બાદ લાપત્તા થયો હતો. કોલેજ, રેલ્વે સ્ટેશન સગા સબ઼ધીને ત્યાં શોધખોળ કરી પરંતુ કોઇ ખબર ન મળતાં તેમણે આદિપુર પોલીસમાં પુત્રનું કોઇ અજાણ્યા ઇસમોએ પોતાના વાલીપણામાંથી અપહરણ કર્યા બાબતે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
