રાપર ખાતે આવેલ એકલવાંઢ સામેની હોટલમાંથી ચોરી કરનાર સખ્શ ઝડપાયો

hathkadi

copy image

રાપર ખાતે આવેલ એકલવાંઢ સામે બની રહેલી નવી હોટલના કમ્પાઉન્ડમાંથી સેન્ટ્રીંગના સામાનની તસ્કરી કરનાર શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી પાસેથી ચોરાઉ મુદ્દામાલ તેમજ છોટા હાથી વાહન સહિત કુલ રૂ.73 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો.

મળેલ માહિતી અનુસાર, અઠવાડીયા પૂર્વે એકલવાંઢ સામે નવી નિર્માણ પામી રહેલી હોટલના કમ્પાઉન્ડમાંથી સેન્ટ્રીંગના સામાનની તસ્કરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ ત્યાર બાદ આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન આ ચોરીને અંજામ આપનાર ઉમૈયાનો રહેવાસી જાવેદ આમદ ઘાંચી ચોરીનો સામાન છોટા હાથીમાં લઇ હમીરપર થી ભીમાસર તરફ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી તેને પકડી લઇ તેણે ચોરી કરેલો સેન્ટ્રીંગનો સામાન તેમજ ચોરીમાં ઉપયોગ કરેલું છોટા હાથી વાહન સહિત કુલ રૂ.73,000 નો મુદ્દામાલ કાબેજ કરવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

copy image