અંજાર ખાતે આવેલ વરસામેડીમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો
copy image
અંજાર તાલુકાના વરસામેડીની સોસાયટીમાં રહેતી એક કિશોરીને ઘેર બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. વરસામેડીની એક સોસાયટીમાં રહેનાર એક કિશોરીને જતીન ઉર્ફે જીતુ અશોક શર્મા નામનો શખ્સ શાળાએથી ફરવા લઈ ગયેલ હતો, જે અંગે ભોગ બનનારના પરિવારોજનોને ખબર પડતા આ પ્રકરણ સામે આવ્યું હતું. આ આરોપીએ કિશોરીને પોતાના ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આ શખ્સ રાજસ્થાન નાસી છૂટ્યો હતો, તે પરત વરસામેડી આવેલ હોવાની બાતમી મળતા પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો.
