ચરસ મળવાનો સિલસિલો જારી : કચ્છ જિલ્લાના જખૌ નજીક શેખરણ ટાપુ પરથી વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા

28f4aca1-849f-48e1-9915-37dfc45bc043_1692342899460

copy image

અબડાસા ખાતે આવેલ દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળવાનો સિલસિલો સતત જારી રહ્યો છે. ગત દિવસે પીંગલેશ્વર પાસે આવેલ કાંઠા વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ સુરક્ષા એજન્સી અને જખૌ મરીન પોલીસે કરેલ  કામગીરી દરમિયાન દિવસના સમયે મળી આવેલ હતા ત્યાર બાદ ચાલુ રખાયેલી વધુ તપાસ દરમીયાન રાત્રિના સમય વધુ 10 પેકેટ ચરસના બિનવારસી હાલતમાં મળી આવેલ હતા. સતત મળી રહેતા માદક પદાર્થના જથ્થાને લઇ સલામતી દળો, વિવિધ એજન્સીઓ અને પોલીસ વિભાગ નિર્જન કાંઠા વિસ્તારમા તલાસ અભિયાનમાં વ્યસ્ત બની ચૂક્યા છે.

ગત મોડી રાતના અરસામાં જખૌ નજીક આવેલ શેખરણ ટાપુ પરથી બીએસએફ તેમજ જખૌ મરીન પોલીસની સયુંકત કામગીરી કરતી વેળાએ ચરસના 10 પેકેટ મળી આવેલ હોવાનું  સામે આવ્યું છે. આ કામગીરીમાં જખૌ મરીન પીઆઈ ડી એસ ઈશરણી તેમજ તેમનો સ્ટાફ તલાસ અર્થે જોડાયા હતા. ગત રવિવારથી સતત મળી આવતા માદક પદાર્થને લઇ એક સપ્તાહની અંદર 150 જેટલા ચરસના પેકેટ કિનારે પ્રાપ્ત થયેલ છે. તો એપ્રિલ માસથી અત્યાર સુધીમાં 180 જેટલા ચરસના પેકેટ મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત દિવસે સુરક્ષા તંત્રની તપાસ કામગીરી દરમીયાન ચરસ સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવેલ હતો જે ઇન્ડિયન નેવીને તપાસ અર્થે સોંપવામાં આવેલ હોવાનું જણાવવામાં આવેલ છે.

copy image