એલસીબી ટીમે રાપરમાં જાહેરમાં જુગાર રમતા વેપારીઓને 3.28 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા

copy image

પૂર્વ કચ્છ પોલીસ વિભાગના અધિકારીઓ તરફથી મળેલ દારૂ જુગારની પ્રવૃતિને ડામવાની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપરથી ગત રાત્રિના રોડ લાઈટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા વેપારીઓ ને રૂ. 3.28 લાખના મુદ્દામાલ સહિત પકડી પાડ્યા હતા. તિન પત્તી વડે જુગાર રમતા છ શખ્સો પાસેથી રૂ. 42 હજારની રકમ એલસીબીએ કબ્જે કરેલ હતી. રાપર ખાતે આવેલ  કુપલી વાસમાં ગત રાત્રિના સમયે રોડ લાઈટના પ્રકાશમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની પૂર્વ માહિતીના પગલે એલસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને જુગાર રમતા તુષાર હિતેશ સોની, ગૌતમ અશોક માલી, મુન્ના બાબુ માલી , દિનેશ અમરસી માલી, પ્રથમ પ્રકાશ માલી અને બ્રિજ શાંતિલાલ પુંજને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ. ,42 હજાર, તથા મોબાઈલ ફોન, 6 એક્ટિવા વાહન 4 સહિત કુલ રૂ 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.