મોટા લાયજાની યુવતીએ પરિક્ષાની ચિંતામાં કર્યો આપઘાત : ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image
માંડવી ખાતે આવેલ એસ.વી કોલેજમાં અભ્યાસ કરતી મોટા લાયજાની યુવતીએ પરિક્ષાના ટેન્સનથી ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ મોટા લાયજામાં રહેતી 18 વર્ષીય હીનાબેન કરશનભાઈ મહેશ્વરી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન પરિક્ષાની ચિંતાને કારણે યુવતીએ આપઘાત કર્યો હતો. હતભાગી યુવતીએ ગત બુધવારે પોતાના જ ઘરે ઉપરના રૂમમાં લોખંડની આડીમાં દુપટ્ટા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.
