ભુજ ખાતે આવેલ સુખપરમાં બસ ઉભી રાખવા મામલે ડ્રાયવર પર કરાયો  હુમલો : પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ તરફથી નલિયા જતી એસટી બસના ડ્રાયવરને સુખપર બસ સ્ટેન્ડ પાસે ગાળો બોલી ધકબુશટનો માર મારતા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. ફરિયાદી દિનેશકુમાર માલાભાઈ ચાવડાએ મંજલના આરોપી મહોબતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદી પોતે એસટી બસ લઇ ભુજથી નલિયા તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમીયાન સુખપર બસ સ્ટેન્ડ નજીક પહોચતા 100 મીટર આગળ કંડકટરે બેલ વગાડતા ફરિયાદીએ બસ સ્ટેન્ડ નજીક બસ ઉભી રાખેલ હતી. બસમાં બેઠેલા આરોપીએ ડ્રાયવર સાઈડના દરવાજા નજીક આવી ફરિયાદીને ભૂંડી ગાળો બોલી ધાક ધમકી કરી ધકબુશટ કરી હતી.આ અંગે પોલીસ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.