ચોબારીની વાડીઓમાંથી કેબલ, મોટર ચોરીના કેસમાં મહિલા ઝડપાઈ

Prisoner in prison with handcuff

copy image

ભચાઉ તાલુકાના ચોબારી ગામના વાડી વિસ્તારમાંથી વાયર અને વીજમોટર એમ કુલ રૂા. 35,000ની મતાની ચોરી થઈ હતી. બાદમાં વધુ ચોરીના બનાવ બનતાં એક મહિલાને પકડી પાડવામાં આવી હતી. જ્યારે તેનો પતિ નાસી ગયો હતો. ચોબારીમાં રહેતા ખેડૂત પરબત બિજલ ઢીલા નામના ખેડૂત ગત તા. 17/8ના પોતાની વાડીએ જતાં 35 એમ.એમ.નો 15 મીટર વાયર ગુમ જણાયો હતો. તથા ઘનશ્યામ ગોવિંદ ચાવડાની વાડીમાંથી પાણીની મોટર, શામજી ડાયા વરચંદની વાડીમાંથી 35 એમ.એમ.નો 7 મીટર વાયર એમ કુલ રૂા. 35,000ની મતા ચોરી થઈ હતી. ગઈકાલે સાંજે દેવરાજ પાંચા વરચંદને વાડીમાં મહિલા અને પુરુષ વાયર કાપતા જણાયા હતા જે પૈકી આ ખેડૂતે મમતાબેન કોળીને પકડી પાડી હતી. જ્યારે તેનો પતિ હમીર કોળી નાસી ગયો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

copy image