ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ નજીક ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી
copy image
ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ પાસે એક ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. નંદગામમાં આહીરવાસ ચામુંડા માતાનાં મંદિરની પાછળ રહેતા ગુનેશરામ હડુતારામ રબારી દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવેલ હતી. આ યુવક ગત તા. 16/8ના રાત્રિના અરસામાં નંદગામથી પોતાની બહેનને મળવા સામખિયાળી તરફ જઇ રહ્યો હતો. તે જૂની મોટી ચીરઇના ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. તે દરમીયાન તેના કબજાની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તેવામાં આ ચાલક નીચે ઊતરી ગયો હતો. થોડી જ વારમાં આગમાં આ વાહન સળગી ગયું હતું. પોલીસે આ બાબતે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.