ભારાસરની 13 વર્ષીય સગીરાનું અપહરણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ ખાતે આવેલ ભારાસર ગામની 13 વર્ષીય સગીરાનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. મળેલ માહિતી અનુસાર ભારાસરમાં રહેતી 13 વર્ષીય સગીરાનું કોઈ અજાણ્યો ઇસમે અપહરણ કર્યું હતું. 13 દિવસ પૂર્વે બપોરના અરસામાં સગીરાને તેના ઘરેથી ઉઠાવી લઇ જવાનો બનાવ સામે આવ્યો હતો. જે બાબતે માનકુવા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. માંકુવા પોલીસ આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

copy image