રાપર ખાતે આવેલ રવમાં 6 લોકોએ યુવાન પર હુમલો કરી ઇજા પહોચડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ રાવ ગામમાં એક યુવક પર છ શખ્સોએ હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. રાપર ખાતે આવેલ રવ ગામની પંચાયત નજીક આ રસ્તા પર કેમ આવે છે એમ કહી 6 લોકોએ યુવાન પર લાકડી તેમજ કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા ઉપરાંત મોબાઇલ પણ તોડી નાખ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મળેલ માહિતી મુજબ નાની રવ ખાતે રહેતા પ્રવિણભાઇ રામાભાઇ ચૌહાણ આ અંગે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા.17/8 ના રોજ ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે જઇ રહ્યા હતા તે દરમીયાન પંચાયત કચેરી સામે ઉભેલા હરી જેશા ગોહિલ, નવિન હરિી ગોહિલ, ડાહ્યા હરી ગોહિલ, કાંયા વેરા ગોહિલ, વેરા મુરા ગોહિલ અને જેઠીબેન હરીભાઇ ગોહિલે તેમને રોકી તું આ રસ્તે કેમ ચાલશ કહ્યા બાદ લાકડી અને કુહાડી વડે હુમલો કરી માથામાં, સાથળ પર તેમજ ડાબા પગમાં ઇજાઓ પહોંચાડી મોબાઇલ પણ તોડી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.