“કચ્છમાં 3700 જેટલા શિક્ષકોની ખાલી જ્ગ્યાના મુદ્દે કોંગ્રેસના વિરોધના પગલે સાંસદ સહિત પાંચ ધારા lસભ્યો જિલ્લા સંકલન બેઠકમાં ગેરહાજર”

સમગ્ર દેશમાં કહેવાતી ડબલ એન્જિનની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં ભાજપની સરકાર છે આ સરકારે શિક્ષણની “ઘોર”ખોદી છે હાલમાં કચ્છ જિલ્લામાં 3700 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે 1100 થી વધારે શિક્ષકોને જિલ્લા ફેર બદલી કરેલ છે પરિણામે કચ્છ જિલ્લાના બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયેલ છે આ બાબતે કોંગ્રેસ પક્ષે અનેક વાર રજૂઆતો કરેલ છે છતાં સાંસદ તથા ધારાસભ્યોના પેટનું પાણી પણ હાલતું નથી તેઓનું ગુજરાતની સરકારમાં કાંઈ ઉપજતું ન હોવાથી પ્રજાનો અવાજ સાંભળવામાં આવતો નથી જેથી કોંગ્રેસપક્ષના આગેવાનોએ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન તળે અંજલી ગોર, ધીરજ ગરવા, કિશોરદાન ગઢવી હાસમ સમા, આદમ કુંભાર રામદેવસિંહ જાડેજા ગની કુંભાર દશરથસિંહ જાડેજા એચ.એસ.આહિર કાસમ સમા, આઈશુબેન સમા,નીલય ગોસ્વામી, વિશાલ ગઢવી, નરેશ મહેશ્વરી,
મીત જોશી, તીર્થ મકવાણા, વિગેરે આગેવાનોએ કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં ઘસી જઈ ,”ધારાસભ્ય સાંસદ મૌન તોડો”
“કચ્છને ભણવું છે શિક્ષકો આપો”
“જન પ્રતિનિધિ હોશ મેં આવો “
જેવા આક્રમક નારાઓ સાથે પ્લે કાર્ડ લઈ અને સૂત્રોચાર કરી સંકલનની બેઠકમાં ઘેરાવ કર્યો હતો પરંતુ સંકલન ની બેઠકમાં પાંચ જેટલા ધારાસભ્યો ,સાંસદ ગેરહાજર રહેતા કોંગ્રેસ પક્ષે જન પ્રતિનિધિ નિષ્ફળતા અને ગેરહાજરી બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને અટકાવતા મામલો વધુ બીચકયો હતો પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એ દરમિયાનગીરી કરતા આગેવાનો કોન્ફરન્સ હોલમાં ઘસી જઈને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલને ઉગ્ર રજૂઆત સાથે શિક્ષણ સેવા સંવેદનશીલ મુદ્દે કચ્છના હિતમાં વિધાનસભામાં અવાજ ઉઠાવી મૌન તોડવા ઉગ્ર રજૂઆત કરી હતી કલેક્ટરશ્રી કચ્છ દ્વારા મધ્યસ્થી કરાતા કેશુભાઈ પટેલે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી યોગ્ય કરવાની ખાતરી પ્રચાર માધ્યમોની હાજરીમાં આપી હતી
ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંકલન જેવી મહત્વની બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર રહેલ છે જે બાબતને સરહદી કચ્છ જિલ્લા માટે દુઃખદ ગણાવી હતી જાડેજાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મહત્વની બેઠકમાં ગેરહાજર રહેતા હોય તો તેઓને કચ્છના પ્રાણ પ્રશ્નો ની રજૂઆત કે ઉકેલમાં જરા પણ રસ નથી એ બાબત સાબિત થાય છે જેથી જન પ્રતિનિધિઓની નિષ્ફળતાનો જડબાતોડ જવાબ કચ્છના મતદારો આગામી લોકસભાની ચૂંટણીમાં આપશે એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવવાનું છે