ગાંધીધામ ખાતેથી કુલ કિ. 11,230ના મુદામાલ સાથે 4  જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો બાપા સીતારામનગર ઝૂપંડા મધ્યે આવેલ પ્રાથમીક શાળાની બાજુમાં જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડી કુલ કિ. 11,230ના  મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :

  1. બેચરભાઈ હીરાભાઈ રાઠોડ ઉ.વ.36 રહે  કાર્ગો બાપા સીતારામનગર, ગાંધીધામ
  2. રમેશભાઈ પ્રેમજીભાઇ દાફડા ઉ.વ.38 રહે  કાર્ગો બાપા સીતારામનગર, ગાંધીધામ
  3. પ્રવીણભાઈ મૂળજીભાઈ મકવાણા ઉ.વ.36 રહે  કાર્ગો બાપા સીતારામનગર, ગાંધીધામ
  4. મહેશભાઇ લવજીભાઇ ચૌહાણ ઉ.વ.29 રહે  કાર્ગો બાપા સીતારામનગર, ગાંધીધામ