ગાંધીધામ ખાતેથી કુલ કિ. 60,700ના મુદામાલ સાથે 5 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ જૂની સુંદરપૂરી ધોબીઘાટ નજીક જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડી કુલ કિ. 60,700ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :

  1. હરેશભાઇ વિરુભાઈ ઢાકા ઉ.વ.35 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  2. રાહુલભાઈ સુરેશભાઇ ઢાકા ઉ.વ.30 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  3. મુકેશભાઇ કરશનભાઇ વડેચા ઉ.વ.27 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  4. મેહુલભાઈ ડાયાભાઇ વાલ્મીકિ ઉ.વ.35 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  5. સમીરભાઈ છોટેરામ વાલ્મીકિ ઉ.વ.35 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ