ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાથી કુલ કિ. 66,700ના મુદામાલ સાથે 3 શખ્સ ઝડપાયા : ચાર ફરાર

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર ગામમાં આવેલ સોઢા ફળિયાના ચોકમાં અમુક ઈશમો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડી કુલ કિ. 66,700ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે ચાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :

  1. અલ્તાફ હુશેન સોઢા ઉ.વ 19 રહે મીઠીરોહર, ગાંધીધામ
  2. જાનમામદ હાજીબબા સોઢા ઉ.વ.48 રહે મીઠીરોહર, ગાંધીધામ
  3. ભચુ જુમા કકલ ઉ.વ.42 રહે મીઠીરોહર, ગાંધીધામ