ભુજ ખાતે આવેલ શેખપીર પાસે છકડો પલટી જતાં સર્જાયું અકસ્માત : 42 વર્ષીય શખ્સનું નીપજયું મોત
copy image
ભુજ તાલુકામાં આવેલ શેખપીરથી કુકમા તરફ જતા માર્ગ પર ઓવરટેક કરતા સમયે ગાય વચ્ચે આવી જતા છકડો પલટાઈ જતાં અકસ્માત સર્જાયું હતું. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા 42 વર્ષીય શખ્સનું મોત નીપજ્યું હતું. મળેલ માહિતી અનુસાર આ અંગે જીતેન્દ્ર ત્રંબક ઉશીરે છકડો નંબર જીજે 12 બીયુ 2144 વાળાના ચાલક વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર શેખપીર ત્રણ રસ્તાથી કુકમા તરફ જતા સમયે આગળ જતી ગાડીની ઓવરટેક કરવા જતા સમયે ગાય વચ્ચે આવી હતી. જેથી ચાલકે બ્રેક મારતા છકડો પલટી જવાથી 42 વર્ષીય વિનોદ સખારામ નેટકરને મોઢાની જમણી સાઈડે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
