માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬મા નાણાપંચના આયોજન અર્થે ખાસ સભા યોજાઈ

માંડવી: તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ આપવાના શુભ હેતુસર ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬મા નાણાપંચના આયોજન અને તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠક માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાભૈયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી.
આ ખાસ સભામાં તાલુકા વિકાસ અધિકારી (TDO) મયુરકાંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના વિવિધ સદસ્યો તેમજ હોદ્દેદારોઓ હાજર રહ્યા હતા.
સભા દરમિયાન વિપક્ષી હોદ્દેદારો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સભા સમક્ષ મૂકવામાં આવી હતી, જેને ધ્યાને લઈ યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ સભા તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાના હેતુથી સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી.