યુદ્ધ હોય કે શાંતિ, આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આપણી માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખતા, પોતાનું સર્વોચ્ચ સમર્પિત કરતા દેશના જવાનો અને તેઓના પરિવારજનો પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને તેઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે શ્રી કેરા-કુંન્દનપર લેઉવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ્ર કેરા તરફથી તા. ૨૧ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રૂ. ૫,૦૦,૦૦૦/ (અંકે પાંચ લાખ) નો ચેક કલેક્ટર અને પ્રમુખશ્રી અમિત અરોરા, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ક્લેકટરશ્રી અમિત અરોરા, મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી. એચ.એન. લીમ્બાચીયા, કચેરીના તમામ કર્મચારીઓ તથા જિલ્લાના તમામ સૈનિક પરીવારો તરફથી ટ્રસ્ટ સાથે સંકળાયેલ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો. જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરાઈ છે તેમ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ, કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.