ભુજ તાલુકાનાં માધાપરમાથી કુલ કિ. 10,400ના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓને ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ
copy image
ભુજ ખાતે આવેલ માધાપર હાઈવે પર ઇન્ડિયન ગેસના ગોડાઉનના પાછળના ભાગે ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા સની કરશન મહેશ્વરી, જગદીશ ગોપાલ, ધીરુ કરશનભાઈ અને પ્રહલાદ કરશનને રોકડ રૂ. 10,400ના મુદ્દામાલ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
